Jun 28, 2016

About Blog - Visitor Posts



મારા આ બ્લોગ વિષે


ભારત એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા…………… કે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે.વારંવાર પડેલી કુદરતી આફતોના કપરા સમયમાં અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે.
જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાીન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કહીએ છીએ તેમના વિષે શું લખી શકાય ? સંતોના આ જાગતા સ્થાીનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. સંતો વિષે તો જેટલુ લખો એટલુ પડે.
આ મારા બ્લોગમા હુ એવા જ કેટલાક સંતોના જીવનચરિત્ર વિષે લખવા જઈ રહ્યો છુ.
આ મારો પ્રથમ બ્લોગ છે. તે કોઈ ભુલ ચુક હોય તો ક્ષમા કરશો.


જય વેલનાથ

જય ગુરુદેવ

જય હિરસાગરદેવ

જય ઉગમફોજ

No comments:

Post a Comment