ગુરૂજીના નામની હો...માળા છે ઘટમાં,
સોંહમ નામની હો...માળા છે ઘટમાં,
તુહીં તુંહીં નાદની હો...માળા છે ઘટમાં...ટેક

આંખે દેખાય નહિ, જીભે બોલાય નહિ,
દમે દમે રટણા હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

હોઠ કંઠ હાલે નહિ, શ્રવણે સુણાય નહિ,
સહેજમાં સમરણ હો....માળા છે ઘટમાં...ગુરૂજીના

ગૌમુંખીમાં હાથ નહિ, હાથે ફેરવાય નહિ.
આપો આપ ફરતી હો...માળા છે ઘટમાં....ગુરૂજીના

શબ્દની ટંક્શાળ ઉઠે, પરાની એ પારથી,
હંસ ઉલટ સોહમ હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

નામ શબ્દ માળા, અખંડ અંજવાળા,
ભાગે અજ્ઞાન અંધારૂ હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

માળા છે એક અને બીબા અનંતમાં,
ફરે છે એકધારી હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

નિરગુણ માળા ફેરવી, અનેક નરનારીએ,
ટળ્ચાં બંધન ચોરાસી હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

ભાણવંશ ઉગમફોજ, દાદા ઉગમેશ્વરે,
ઘટોઘટ ઓળખાવી હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

ઉગમ નાથે દયા કરી, આપી ત્રંબકને,
ધીરે ધીરે ફેરવું હો...માળા છે ઘટમાં...ગુરૂજીના

જય ગુરૂદેવ
0 comments:
Post a Comment