ઓછી મહેનતે વધુ પૈસા કમાવવા હોય તો આ દેશમાં કરો નોકરી..
મિત્રો આજે અમે એવા દેશની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં નાનામાં નાના કામનો પગાર લાખો રૂપિયા મળે છે અને જો મિત્રો એમાં પણ તમારામાં વધારે આવડત અને ટેલેન્ટ હોય તો તમે તમારા પગારની ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય એટલે પગાર મળશે. જો કોઈ ભરપુર પૈસા કમાવવા માંગતું હોય તેમણે વિદેશ જાવું હોય તેના માટે તેમણે આ દેશમાં જવું જોઈએ. આ એવા દેશોનું લીસ્ટ છે જ્યાં તમે ઓછી મહેનતે લાખોમાં પૈસા કમાશો. તો ચાલો જાણીએ કે ક્યાં ક્યાં દેશ છે જ્યાં નાના કામના લાખો રૂપિયા મળે છે.
દુનિયામાં સૌથી વધુ પગાર આપતો દેશ છે અમેરિકા. અમેરિકા આ લીસ્ટમાં પહેલા નંબર પર આવે છે. મિત્રો જો કોઈ વ્યક્તિ અમેરિકામાં સામાન્ય નોકરી કરતુ હોય તો ત્યાં ટેક્સ કપાયા બાદ વર્ષમાં તે વ્યક્તિને ૪૧૩૫૫ ડોલર જેટલી સેલરી મળી રહે છે. તેનો મતલબ છે કે અમેરિકામાં જો તમે નાનામાં નાની નોકરી કરતા હોય તો તમે એક વર્ષમાં ભારતીય રૂપિયા મુજબ ૨૬,૦૦,૦૦૦ રૂપિયાથી પણ વધારી કમાઈ શકો છો. મહિનાની આવક ગણો તો લાખોમાં થાય. આ વાત સાંભળીને એકવાર અમેરિકા નોકરી કરવાનું મન જરૂર થશે.
આ લીસ્ટમાં બીજા નંબર છે લક્ઝમબર્ગ. આ દેશ આખા યુરોપમાં આર્થિક કેન્દ્રની બાબતમાં જાણીતો છે. આ દેશમાં એક વ્યક્તિને કામના બદલામાં ૩૮, ૯૫૧ યુરો પગાર પેટે મળે છે. તેને આપણે ભારતીય રૂપિયામાં ફેરવીએ તો તમે વર્ષમાં ૩૧,૦૦,૦૦૦ રૂપિયા કમાય શકો છો.
મિત્રો હવે પછીનો દેશ છે નોર્વે. મિત્રો નોર્વેને દુનિયાનો સૌથી ધનિક દેશમાંથી એક દેશ માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે તેની પાસે રહેલ કુદરતી રિસોર્સ. નોર્વેમાં તેલ, હાઈડ્રો પાવર, ફિશિંગ અને ખનીજો વધારે પ્રમાણમાં મળે છે. અહીં ટેક્સ કપાયા બાદ વર્ષના તમે ૩૩,૪૯૨ નોર્વે ક્રોનમાં પગાર મળે છે. આ ઉપરાંત અહીં વધારે કલાક કામ કરવાના અલગથી વધારે પૈસા મળે છે. ભારતના હિસાબે જો ગણવામાં આવે તો વર્ષના ૨૭,૦૦,૦૦૦ રૂપિયા મળે.
ત્યારબાદ આવે છે સ્વીઝરલેન્ડ. મિત્રો અહીં કામ કરતા વ્યક્તિને વર્ષના ૩૩,૪૯૧ સ્વીઝ ફ્રેંક મળે અને આ ઉપરાંત ત્યાં અઠવાડિયામાં સમયના કલાકો પણ નક્કી કરેલા છે. એનો મતલબ કે ત્યાં તમારે અઠવાડિયાની ૩૫ કલાક કામ કરવાનું રહેશે. મતલબ તમે રોજની કલાક ગણો તો માત્ર ૬ કલાક જ થાય. ભારતમાં જ્યારે તમે આઠ કલાક નોકરી કરો તો પણ તમને એટલો પગાર ક્યારેય મળતો નથી. અહીં મળતા પગારને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો તો લગભગ ૨૩,૦૦,૦૦૦ જેટલો પગાર થશે.
હવે પછીનો દેશ છે ઓસ્ટ્રેલીયા. ઓસ્ટ્રેલીયા પણ દુનિયામાં પેટ્રોલ અને ખનીજોનો વધુ નિકાસ કરતો દેશ છે. ઓસ્ટ્રેલીયામાં પણ કામના કલાકો ફિક્સ છે. અહીં તમારે અઠવાડિયામાં ૩૬ કલાક કામ કરવાનું અને તેનો પગાર તમને ટેક્સ કાપ્યા બાદ ૩૧,૫૮૮ ઓસ્ટ્રેલીયાયી ડોલર મળશે. જેની કિંમત રૂપિયામાં આંકવામાં આવે તો 16,૦૦,૦૦૦ થશે.
મિત્રો જર્મનીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તો આ લીસ્ટમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે. જો તમે જર્મનીમાં કામ કરતા હોવ તો ૪૯.૮ % ટેક્સ કપાયા બાદ પણ તમને વર્ષના ૩૧,૨૫૨ યુરો મળે. જેને તમે ભારતીય નાણા મુજબ ગણતરી કરો તો લગભગ 25,૦૦,૦૦૦ રૂપિયા થશે.
મિત્રો હવે પછીનો દેશ છે ઓસ્ટ્રીયા. મિત્રો ઓસ્ટ્રિયા એક એવો દેશ છે જ્યાં તેના દેશના લોકોને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. આ દેશ ઉચ્ચ કક્ષાના indstrial કામો માટે વખણાય છે. અહીં ટેક્સ કપાયા બાદ વ્યક્તિને વર્ષના ૩૧,૧૭૩ ડોલર આપવામાં આવે છે. જેની કિંમત ભારતના રૂપિયામાં ગણીએ તો ૨૪,૦૦,૦૦૦ રૂપિયા થશે.
સૌથી છેલ્લો દેશ છે તે છે કેનેડા. મિત્રો સાઉદી અરેબિયા પછી જો કોઈ વધારે પેટ્રોલ રીઝર્વ કરતુ હોય તો તે છે કેનેડા. કેનેડા પાસે ઝીંક, યુરેનિયમ, સોનું, એલ્યુમીનીયમનો ભંડાર છે. અહીં ટેક્સ કપાયા બાદ તમને ૨૯,૩૬૫ કેનેડીયન ડોલર પગાર મળશે. એટલે તમે જો ઇન્ડિયન કરન્સીમાં ગણો તો આરામથી ૧૬,૦૦,૦૦૦ રૂપિયા મળશે.
તો મિત્રો આટલો પગાર સાંભળીને કોઈને પણ અહીં જવાનું મન થશે.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
0 comments:
Post a Comment