Oct 27, 2018

ભજન - સદગુરુ રામ ને રીજાવુ


સોઈ વાતુ જાણે જ વિરલા સુક્ષ્મ વેદ સુણાવુ મેરે દાતા
        સદગુરુ રામ ને રીજાવુ ..એ.જી
મન પવન ને મુળે બાંધી , અગમ ખડકીએ આવુ
ખરી ખબર થી ખોજુ ખાવંદ ને, તા પર લગની લગાવુ....મેરે દાતા
મુળ કમળ થી મધ્યમા આવી ઉનમુન ધ્યાન લગાવુ
ઈ રે કળાથી જપુ અજંપા શ્વાસે શ્વાસ સમાવુ ....મેરે દાતા
ચલી સુરતા ચડી ગગન પર , અનહદ નાદ બજાવુ
ઝળહળ જયોતિ જાગી ઝરુખે , રુચિ બ્રહમ શેર જગાવુ....મેરે દાતા
આવન જાવનકા મટી ગયા અંતરા, એવા પરવાના પાવુ
મેરમ સાહેબ  સદગુરુ ચરણે , નવી નકલ મા ન આવુ ....મેરે દાતા
જય ગુરૂદેવ

No comments:

Post a Comment