Oct 26, 2018

ભજન - દિલ દરિયામાં અખંડ દીવો....


દિલ દરિયામાં અખંડ દીવો....
દીઠા વિના મારા મન ડોલે....ભ્રાતીના ભરેલા ભવોભવ ભટકે.. ..
ગુરુ વિના તાળા કોણ ખોલે....
ગગન મંડળ માં ગુપત ગેબી...
બાવન બારા કોઈ બોલે....
ભાઇલા મારા રતન અમુલખ..
વસ્તુ છે માંય વણતોલે...
નૂરત સૂરત પર નામ નિરંતર
નુરતે સુરતે નટ ખેલે
આદિ અનાદિ જેણે ઓળખ્યા
મૂળ ભજન હવે નહિ મેલે...
આ સંસારમાં ચેતો મારા ભાઇલા
સંત પોકારે અવસર છેલ્લો
આ માર્ગમાં આવતાં જતાં
આનંદ ભયો હવે મન મેળે...
પતા લખાયા સંતો હજુરી
અવર દિલ મારુ નહીં ડોલે
બોલ્યા રવિરામ ગુરુ ભાણ પ્રતાપે
અમર પ્યાલો નિત્ય પીયો....
દિલ દરિયામાં અખંડ દીવો.....
                  જય ગુરૂ મહારાજ

1 comment: