ભજન : જીરે લાખા બે રે પ્રકારની સમાધિ કહી છે જી
રચના : સતી લોયણ
રચના : સતી લોયણ
જીરે લાખા બે રે પ્રકારની સમાધિ કહી છે જી
એની જુક્તિ જાણે કોઈ યોગી હાં.
એની જુક્તિ જાણે કોઈ યોગી હાં.
જીરે લાખા ભોગ ત્યાગ કરીને હું તમને સંભળાવું જી
તો થાઓ ભ્રહ્મ રસ ભોગી હાં
તો થાઓ ભ્રહ્મ રસ ભોગી હાં
જીરે લાખા અજંપા સમાધિ પવન નાભિમા સમાવે જી
સુરતા જોને લાગી જાવે હાં
સુરતા જોને લાગી જાવે હાં
જીરે લાખા મેલ મેલીને થાયે તે નિર્મળ જી,
નૂર નિરંતર નજરે આવે હાં
નૂર નિરંતર નજરે આવે હાં
જીરે લાખા બીજીરે સમાધિ પંચમ પડદો ખોલેજી
બંકનાળે પવન ચડાવે હાં
બંકનાળે પવન ચડાવે હાં
જીરે લાખા પટ ચક્ર જીતી દ્વારકા પરજાળે જી
એ તો શૂન્ય સમાધિ ક્હાવે હાં
એ તો શૂન્ય સમાધિ ક્હાવે હાં
જીરે લાખા શૂન્ય સમાધિમાં ગુરુ કૂંચી બતાવે જી
તો જન્મ મરણ મટી જાવે હાં
તો જન્મ મરણ મટી જાવે હાં
જીરે લાખા જોત જોગે તો વ્યાપે જેને માયાજી
જેને જન્મ ફરી નહીં આવે હાં
જેને જન્મ ફરી નહીં આવે હાં
જીરે લાખા શૂન્યરે સમાધિમાં તમે સુરતા લગાવોજી
તેઓ ઘરમાં તમે આવો હાં
તેઓ ઘરમાં તમે આવો હાં
જીરે લાખા શેલનશી ની ચેલી *_સતી લોયણ_* બોલ્યાજી
ફરી ચોરાસીમાં નાવો હાં
ફરી ચોરાસીમાં નાવો હાં
જય ગુરૂદેવ

0 comments:
Post a Comment