Dec 30, 2025

1 જાન્યુઆરીથી PAN અને આધાર કાર્ડ માટે આ નિયમો બદલાઈ જશે


1 જાન્યુઆરી, 2026 : PAN, આધાર અને બૅન્કિંગ સહિતના આ 6 મોટા ફેરફારો માટે તૈયાર રહો બીબીસી ગુજરાતી ગુજરાત

વર્ષ 2025 સમાપ્ત થવાની તૈયારીમાં છે અને નવું કૅલેન્ડર વર્ષ શરૂ થવાનું છે ત્યારે તમારે કેટલાક ફેરફારો માટે તૈયાર રહેવું પડશે.

આ બધા ફેરફારો એવા છે જે પાન કાર્ડ, આધાર નંબર, બૅન્ક ખાતા, ગૅસના ભાવ સહિત અનેક ચીજોને અસર કરવાના છે.

આ ઉપરાંત ખેડૂતો માટેની સરકારી યોજનાઓ અને ક્રૅડિટ સ્કોરની સિસ્ટમ પણ બદલાવાની છે.

અહીં એવા છ મોટા ફેરફારોની વાત કરીએ જે પહેલી જાન્યુઆરી, 2026થી લાગુ થશે.

પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત

બીબીસી ગુજરાતી જાન્યુઆરી 2026 પાન આધાર કાર્ડ ક્રેડિટ સ્કોર પગાર ખેડૂત

ઇમેજ કૅપ્શન,આધાર અને પાન લિંક નહીં હોય તો ઘણી નાણાકીય સુવિધાઓ બંધ થઈ જશે

પાન અને આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે અને આ મુદત વીતી જશે તો તમને ઘણી સેવાઓ મળતી બંધ થઈ જશે તથા પાન અને આધાર લિંક કરવામાં પૅનલ્ટી પણ ભરવી પડશે.

PAN અને આધાર લિંક કરેલા નહીં હોય તો ટૅક્સ ફાઇલ કરવામાં અને રિફંડ મેળવવામાં તકલીફ પડી શકે. તથા કેટલીક નાણાકીય સુવિધાઓ બંધ થઈ શકે છે. હાલનાં બૅન્ક ખાતાં ચાલુ રહેશે, પરંતુ કે-વાયસી અપડેટ નહીં થાય. તેના કારણે નવું રોકાણ કરવામાં મુશ્કેલી પડશે.

પાન અને આધારને લિંક કરવાનું મુશ્કેલ નથી. તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લિંક આધારના ઑપ્શન પર ક્લિક કરીને આ કામ કરી શકો છો. તેમાં તમને એક ઓટીપી મળશે જેનાથી બંને આધાર અને પાન લિંક થઈ જશે. જો તમારું કાર્ડ પહેલેથી નિષ્ક્રિય થઈ ગયું હશે તો 1,000 રૂપિયા પૅનલ્ટી ભરવી પડશે. પછી જ તેને આધાર સાથે લિંક કરી શકાશે.

આ ઉપરાંત બૅન્કોએ યુપીઆઈ, ડિજિટલ પેમેન્ટને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે જે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.

Share With Family and Friends 🙏

===============================
🔥For Getting Latest Government & Private Jobs Updates, Latest News Updates, Bhajans & Kirtans, General Knowledge, Shahitya, Funny Things & Many more. 📢

🔥Follow Channel For More Updates🔥
===============================
અમારી Website / WhatsApp / Telegram Channel ને ફોલ્લો કરી લો જેમાં તમને રોજે રોજની અપડેટ્સ મળતી રહશે.
===============================
🔥WhatsApp Channel Link 📢
===============================
🔥Telegram Channel Link 📢
===============================
===============================
🔥 Official Website Link 📢
===============================
Jay Hind || Jay Bharat 🇮🇳

No comments:

Post a Comment