ads top

PAN અને આધાર લિંક કરવાનો છેલ્લો દિવસ, ચૂકી જશો તો કેવી મુશ્કેલી પડશે?


તમારો આધાર નંબર માત્ર ઓળખનો પુરાવો છે, જ્યારે PAN (પર્મેનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ એ નાણાકીય વ્યવહારો માટેનો ઓળખ દસ્તાવેજ છે.

જોકે, આ બંને દસ્તાવેજો એકબીજા સાથે જોડાયેલા હોય તે અનિવાર્ય છે. 31 ડિસેમ્બર 2025 એ આધાર અને PAN ને લિંક કરવાની અંતિમ તારીખ છે.

જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો, તો આગામી કૅલેન્ડર વર્ષમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જેમણે નવા PAN કાર્ડ માટે અરજી કરી છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે અરજી પ્રક્રિયા દરમિયાન જ તેમનું PAN અને આધાર સ્વયંસંચાલિત રીતે (ઑટોમેટિક) લિંક થઈ જાય છે. પરંતુ, જેમણે વર્ષો પહેલાં PAN અને આધાર મેળવ્યા છે, તેમણે આ બંનેને લિંક કરવા પડશે.

જો PAN અને આધાર લિંક કરવામાં નહીં આવે, તો સૌથી મોટી સમસ્યા એ ઊભી થશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. ત્યારબાદ આવકવેરાથી લઈને બૅન્કિંગ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં તમને અગવડ પડશે. તમે નિર્ધારિત તારીખ પછી પણ PAN અને આધાર લિંક કરાવી શકશો, પરંતુ તે માટે નિયત ફી ભરવી પડશે.

આજે અનેક જગ્યાએ PAN અને આધારની અનિવાર્યતા છે. જો PAN નિષ્ક્રિય થઈ જાય તો નીચે મુજબની મુશ્કેલીઓ પડી શકે છે:

  • બૅન્કિંગ સેવાઓ: PAN બંધ થવાથી તમે બૅન્કમાં નવું ખાતું ખોલાવી શકશો નહીં. આ ઉપરાંત, તમારું ડિમેટ એકાઉન્ટ પણ ખૂલશે નહીં, જેના કારણે શૅરબજાર કે ETF માં સોદા કરવાનું અશક્ય બનશે. 50,000થી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે પણ PAN અનિવાર્ય છે.
  • સરકારી યોજનાઓ અને લોન: કેટલીક સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે PAN જરૂરી છે. વળી, PAN વગર બૅન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકાતી નથી.
  • સ્થાવર-જંગમ મિલકત: વાહન કે મકાન ખરીદવા માટે PAN ની જરૂર પડે છે. જો તે નિષ્ક્રિય હશે તો ખરીદ-વેચાણમાં અવરોધ આવશે.
  • વિદેશી હૂંડિયામણ: જો તમારે 50,000થી વધુ રકમના વિદેશી ચલણના વ્યવહારો કરવા હોય, તો PAN સક્રિય હોવું જરૂરી છે.
  • ટેક્સ રિફંડ અને TDS: PAN બંધ હોવાના કિસ્સામાં ઇન્કમટેક્સ રિફંડ મેળવી શકાશે નહીં અને પેન્ડિંગ રિફંડ પર કોઈ વ્યાજ પણ મળશે નહીં. તમારો TDS અને TCS ઊંચા દરે કાપવામાં આવશે.
  • ફોર્મ 15G/15H: PAN નિષ્ક્રિય હશે તો મુક્તિ માટેના 'સેલ્ફ ડિકલેરેશન' ફોર્મ (15G/15H) સ્વીકારવામાં આવશે નહીં.

PANને આધાર સાથે કઈ રીતે લિંક કરવું?

બીબીસી ગુજરાતી પાન કાર્ડ આધાર લિંક ડેડલાઈન પેનલ્ટી ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત,incometax.gov.in

ઇમેજ કૅપ્શન,પાન અને આધારને ઑનલાઇન લિંક કરી શકાય છે

PAN અને આધાર લિંક કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે:

  • આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ.
  • ડાબી બાજુએ 'Quick Links' હેઠળ 'Link Aadhaar' ટેબ પર ક્લિક કરો.
  • તમારા PAN અને આધાર નંબર દાખલ કરીને 'Validate' બટન પર ક્લિક કરો.
  • જો લિંક ન હોય, તો મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો.
  • જો તમે સમયમર્યાદા પૂર્ણ થયા પછી લિંક કરી રહ્યા હોવ, તો 'ઈ-પે ટેક્સ' દ્વારા 1000નો દંડ ભરીને ફોર્મ સબમિટ કરી શકાશે. ત્રણથી પાંચ દિવસમાં તમારું સ્ટેટસ અપડેટ થઈ જશે.

SMSથી પણ PAN-આધાર લિંક કરી શકો

તમે મોબાઈલ પરથી SMS મોકલીને પણ લિંક કરી શકો છો.

તે માટે નીચે મુજબ ટાઈપ કરો: UIDPAN <12 અંકનો આધાર નંબર> <10 અંકનો PAN નંબર> ત્યારબાદ તેને 567678 અથવા 56161 પર મોકલી આપો. (દા.ત. UIDPAN 111122223333 AAAPA9999Q)

આ ઉપરાંત PAN અને આધારને માત્ર ઑનલાઈન લિંક કરાવી શકાય એવું નથી. તમે ઑફલાઇન લિંકિંગ પણ કરાવી શકો છો.

આના માટે તમારે NSDL અથવા UTIITSL સેન્ટરની મુલાકાત લેવી પડશે. તમારી સાથે પાન, આધારની કોપી, પેનલ્ટી ભરી હોય તેની રિસિપ્ટ અને, જો લાગુ પડતું હોય તો, બાયોમેટ્રિક વેરિફિકેશન માટેના ઈ-ચલાનની કોપી હોવી જરૂરી છે.

Share With Family and Friends 🙏

===============================
🔥For Getting Latest Government & Private Jobs Updates, Latest News Updates, Bhajans & Kirtans, General Knowledge, Shahitya, Funny Things & Many more. 📢

🔥Follow Channel For More Updates🔥
===============================
અમારી Website / WhatsApp / Telegram Channel ને ફોલ્લો કરી લો જેમાં તમને રોજે રોજની અપડેટ્સ મળતી રહશે.
===============================
🔥WhatsApp Channel Link 📢
===============================
🔥Telegram Channel Link 📢
===============================
===============================
🔥 Official Website Link 📢
===============================
Jay Hind || Jay Bharat 🇮🇳
Share on Google Plus

About Administrator👑

Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat, vel illum dolore eu feugiat nulla facilisis at vero eros et accumsan et iusto odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis.

2 comments:

  1. Good Information 👍

    ReplyDelete
  2. 📢 ખાસ જાણવા જેવું: આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તક! 📢

    મિત્રો, જો તમે હજુ સુધી તમારું PAN Card અને Aadhaar Card લિંક નથી કર્યું, તો સાવધાન! આવતીકાલે એટલે કે ૩૧મી તારીખે આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો છેલ્લો દિવસ છે. જો લિંક નહીં હોય તો તમારું પાન કાર્ડ રદ (નિષ્ક્રિય) થઈ શકે છે.

    કેવી રીતે લિંક કરવું? (સરળ સ્ટેપ્સ)
    ૧. વેબસાઈટ ખોલો: સૌ પ્રથમ ગૂગલ પર જઈને Income Tax સર્ચ કરો અથવા કોમેન્ટ માં લિન્ક આપેલ છે તેના પર જાઓ.

    ૨. સ્ટેટસ ચેક કરો (સૌથી પહેલા આ કરો):
    વેબસાઈટ પર 'Quick Links' સેક્શનમાં 'Link Aadhaar Status' પર ક્લિક કરો. ત્યાં તમારો પાન અને આધાર નંબર નાખો. જો લખેલું આવે કે "Already linked", તો તમારે કાંઈ કરવાની જરૂર નથી.

    ૩. જો લિંક ન હોય તો (પ્રોસેસ):
    જો લિંક ન હોય, તો 'Link Aadhaar' ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં તમારી વિગતો ભરો.

    ૪. દંડ (Penalty) ભરો:
    અત્યારે સરકારના નિયમ મુજબ ₹1,000નો દંડ ભરવો ફરજિયાત છે. આ પેમેન્ટ તમે ઓનલાઇન નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ દ્વારા કરી શકો છો.

    ૫. છેલ્લું સ્ટેપ:
    પેમેન્ટ કર્યા બાદ ફરીથી તે જ પેજ પર જઈને વિગતો સબમિટ કરો. તમારી લિંક કરવાની વિનંતી સફળતાપૂર્વક નોંધાઈ જશે.

    ⚠️ જો લિંક નહીં કરો તો શું થશે?

    • તમારું PAN Card બંધ થઈ જશે.
    • બેંકમાં નવું ખાતું ખોલવામાં તકલીફ પડશે.
    • ૫૦,૦૦૦થી વધુના વ્યવહાર નહીં કરી શકો.
    • ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં મુશ્કેલી આવશે.

    આ માહિતી તમારા ગ્રુપમાં અને મિત્રોને શેર કરો જેથી કોઈનું કામ અટકે નહીં. 🙏

    ReplyDelete