ads top

CIBIL Score: મારો ક્રેડિટ સ્કોર 650 છે, તો શું મને 5 લાખ રૂપિયાની લોન મળી શકશે?

Credit Score Rule: મારો ક્રેડિટ સ્કોર 650 છે, તો શું મને 5 લાખ રૂપિયાની લોન મળી શકશે? ચાલો આ સવાલનો જવાબ જાણીએ

Credit Score Rule: ઘણા લોકો પોતાના ક્રેડિટ સ્કોર (સિબિલ સ્કોર) પર ધ્યાન આપતા નથી અને જ્યારે લોન લેવાનો સમય આવે છે, ત્યારે દોડાદોડી કરવા લાગે છે. લોકોમાં ક્રેડિટ સ્કોરને લઈને ઘણા સવાલો પણ હોય છે. જેમ કે ઓછો ક્રેડિટ સ્કોર હોવા છતાં શું મને સરળતાથી લોન મળી જશે? તો આ સવાલનો જવાબ છે 'ના'. લોન મળી તો જશે, પરંતુ સરળતાથી નહીં. તમારે કડક તપાસમાંથી પસાર થવું પડી શકે છે અથવા વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે. અથવા તો લોનની મંજૂરીમાં વધુ સમય પણ લાગી શકે છે.
શું 650 ક્રેડિટ સ્કોર હોય તો 5 લાખની લોન મળશે? - બેંક અથવા નાણાકીય સંસ્થાઓ લોન આપતા પહેલાં ક્રેડિટ સ્કોરની તપાસ કરે છે. જેમાં 650ના ક્રેડિટ સ્કોરને રિસ્કી ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રાહક લોનની ચૂકવણી સરળતાથી નહીં કરે. એવામાં બેંક લોન આપતા પહેલા અનેક પાસાઓ પર તપાસ કરી શકે છે. 650 ક્રેડિટ સ્કોર લોન મળે તો પણ ઊંચા વ્યાજ દરે મળશે અથવા તો બેંક લોન આપવાનો ઈનકાર કરી શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750થી વધારે હોય તો તમને સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. પરંતુ તેનાથી ઓછા ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકોને લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકોને કડક તપાસમાંથી પસાર થવું પડે છે. વધારે ડોક્યુમેન્ટ પણ જમા કરવવા પડી શકે છે.

RBIનો શું છે નિયમ? - આમ તો RBI દ્વારા ન્યૂનતમ ક્રેડિટ સ્કોર (Credit Score)ની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. પરંતુ બેંકો દ્વારા 750 અથવા તેનાથી વધુ ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકોને વધુ સારા માનવામાં આવે છે. લોન આપનારી સંસ્થાઓ ઓછા ક્રેડિટ સ્કોર જોઈને સાવધાન થઈ જાય છે.

જો તમે પણ ભવિષ્યમાં લોન લેવા માંગો છો તો સૌથી પહેલા પોતાના ક્રેડિટ સ્કોરને સુધારો. આ માટે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. સમયસર લોનની તમામ EMIની ચૂકવણી કરો, ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવવાથી પણ ક્રેડિટ સ્કોર મજબૂત બને છે. બેંકો દ્વારા માત્ર ક્રેડિટ સ્કોર જ નહીં પરંતુ લોન લેનારા ગ્રાહકની કુલ આવક પણ જોવામાં આવે છે. ઘણી વખત ક્રેડિટ સ્કોર સારો ન હોવા છતાં જો આવકનો સ્ત્રોત મજબૂત હોય તો પણ બેંકો દ્વારા લોન આપી દેવામાં આવે છે.
ક્રેડિટ સ્કોર ઓછો હોય તો લોન માટે કેવી રીતે કરવી અરજી? - તમામ જરૂરી ડોક્યુમેન્ટ પહેલેથી જ તૈયાર રાખો. જેમ કે પાન, એડ્રેસ પ્રૂફ, સેલરી, બેંક સ્ટેટમેન્ટ વગેરે. બેંક અથવા નાણાકીય સંસ્થા સમક્ષ આવકનો મજબૂત પુરાવો આપો. તમે ઇચ્છો તો એવા વ્યક્તિ સાથે પણ લોન લઈ શકો છો, જેનો ક્રેડિટ સ્કોર સારો હોય. ઘણી નાણાકીય સંસ્થાઓ દ્વારા વૈકલ્પિક ક્રેડિટ ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
Share on Google Plus

About Administrator👑

Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat, vel illum dolore eu feugiat nulla facilisis at vero eros et accumsan et iusto odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis.

0 comments:

Post a Comment