મક્કાની હજ યાત્રા શરૂ થઈ છે ત્યારે ચાલો જાણીએ કે કાબાની અંદર શું છે? સોના-ચાંદીથી ગૂંથાયેલા પવિત્ર 'કિસ્વા'નું રહસ્ય શું અને એના પાછળની પવિત્ર પરંપરા શી છે
હજ યાત્રા ઇસ્લામ ધર્મના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભોમાંની એક છે. દર વર્ષે વિશ્વભરમાંથી 20 લાખથી વધુ મુસ્લિમો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં એકઠા થાય છે. ઘણા લોકો માટે આ જીવનમાં એક વાર કરવામાં આવતી પરમ પવિત્ર યાત્રા છે. હજની ધાર્મિક વિધિઓના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓ મસ્જિદ અલ-હરમના કેન્દ્રમાં આવેલા 'કાબા'ની આસપાસ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (Anti-clockwise) ચક્કર લગાવે છે, જેને 'તવાફ' કહેવામાં આવે છે. આ ભવ્ય દૃશ્ય વચ્ચે સૌનું ધ્યાન ખેંચે છે કાબા પર લપેટાયેલું સોના-ચાંદીના તારથી મઢેલું કાળું કાપડ, જેને 'કિસ્વા' કહેવામાં આવે છે.
આ કિસ્વા પાછળનો ઇતિહાસ શું છે? પવિત્ર કાબાની અંદર શું છે? ચાલો આ સનાતન પવિત્ર સ્થાન વિશેની મહત્ત્વની બાબતો વિગતવાર સમજીએ.
કાબા શું છે?
અરબી ભાષામાં 'કાબા'નો અર્થ 'ઘન' (Cube) થાય છે. દુનિયાભરના મુસ્લિમો દિવસમાં 5 વખત નમાઝ પઢતી વખતે કાબા તરફ મુખ રાખે છે, જેને 'કિબલા' કહેવામાં આવે છે. કદની વાત કરીએ તો કાબા 13.1 મીટર (43 ફૂટ) ઊંચું, 12.8 મીટર (42 ફૂટ) લાંબું અને 11.03 મીટર (36 ફૂટ) પહોળું ઘનાકાર (cube-shaped) બાંધકામ છે. તે ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે.
કાબાના નિર્માણનો હેતુ
ઇસ્લામિક માન્યતા અનુસાર કાબાનું નિર્માણ મૂળરૂપે પયગંબર ઇબ્રાહિમ અને તેમના પુત્ર પયગંબર ઇસ્માઇલ દ્વારા અલ્લાહના આદેશથી કરવામાં આવ્યું હતું. ઇસ્લામ પૂર્વે, આ જગ્યા વિવિધ અરબી જાતિઓનું પૂજા સ્થળ હતું અને ત્યાં મૂર્તિઓ રાખવામાં આવી હતી. પરંતુ વર્ષ 630 CE ની આસપાસ, જ્યારે પયગંબર મુહમ્મદ મક્કા પાછા ફર્યા ત્યારે તેમણે કાબાને મૂર્તિઓથી મુક્ત કરીને તેને અલ્લાહના પૂજા સ્થળ તરીકે પુનઃસ્થાપિત કર્યું. હજ માટે 20 લાખથી વધુ મુસ્લિમોને આકર્ષતા આ સ્થળે આખા વર્ષ દરમિયાન ઉમરાહ માટે 2 કરોડથી વધુ યાત્રાળુઓ આવતાં હોય છે.
કાબાની અંદર શું છે?
કાબાની ઉત્તરપૂર્વીય દિવાલ પર જમીનથી લગભગ 2 મીટરની ઊંચાઈએ એક ભવ્ય દરવાજો આવેલો છે. આ દરવાજો 3 મીટર ઊંચો અને 1.9 મીટર પહોળો છે, જેને બનાવવા માટે 280 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે! આ દરવાજો વર્ષમાં માત્ર 2 વાર જ અંદરની ઔપચારિક સફાઈ માટે ખોલવામાં આવે છે.
કાબાની અંદર છતને ટેકો આપવા માટે લાકડાના 3 મજબૂત થાંભલા છે અને છત તરફ જતી એક સીડી છે. અંદરની ફર્શ અને દિવાલો સુંદર માર્બલથી સજાવવામાં આવી છે. છત પરથી સુંદર ફાનસ લટકાવવામાં આવ્યા છે. અગાઉના સમયમાં દિવાલો પર લાલ, લીલા અને ઘેરા વાદળી રંગના ઝિગ-ઝેગ પેટર્નવાળા કાપડ પણ લગાવવામાં આવતા હતા.
'કિસ્વા' શું છે?
કાબાને કાળા રંગના જે કવર વડે ઢાંકવામાં આવે છે, એને કિસ્વા કહે છે. કાપડના 47 પટ્ટા જોડીને બનાવાયેલા 14 મીટર (45 ફૂટ) ઊંચા આ પવિત્ર કવર ‘કિસ્વા’ના ઉપરના બે-તૃતીયાંશ ભાગમાં 95 સેમી (37 ઇંચ) પહોળો અને 47 મીટર (154 ફૂટ) લાંબો સુશોભન પટ્ટો હોય છે, જેને 'હિઝામ' કહે છે. કાબાના સોનાના દરવાજા પર લટકતા પડદાને 'સિતારા' કે 'બુર્કુ' કહેવામાં આવે છે, જે કિસ્વાનો સૌથી વધુ કલાત્મક અને શણગારેલો ભાગ છે.
કાબાને કિસ્વાથી ઢાંકવાનું કારણ શું?
કાબાને રક્ષણ આપવા, તેનું સન્માન જાળવવા અને તેને સુંદર બનાવવા માટે તેને કાળા કાપડથી ઢાંકવામાં આવે છે, જેને 'કિસ્વા' કહે છે. અરબીમાં કિસ્વાનો અર્થ જ ‘ઢાંકવું’ થાય છે. હજ દરમિયાન જ્યારે લાખો લોકો કાબાને સ્પર્શ કરવા આતુર હોય છે ત્યારે કિસ્વાના નીચેના ભાગને સુરક્ષિત રાખવા માટે થોડો ઊંચો કરી દેવામાં આવે છે.
ઇતિહાસકારો માને છે કે કાબાને ઢાંકવાની પ્રથા ઇસ્લામ પહેલાના સમયથી ચાલી આવે છે. મોટાભાગના વિદ્વાનો અનુસાર, વર્ષ 400 CE માં યમનના રાજા તુબ્બા અસદ કામિલે સૌપ્રથમ વાર યમનથી બનેલા ખાસ કપડા વડે કાબાને ઢાંક્યો હતો.
કિસ્વાનું વજન અને કિંમત શું છે?
- કિસ્વાને બનાવવા માટે આશરે 670 કિલોગ્રામ કુદરતી રેશમનો ઉપયોગ થાય છે.
- કાળા રેશમ પર અલ્લાહની પ્રશંસા અને કુરાનની આયતો લખવા માટે 120 કિલોગ્રામ 24-કેરેટ સોનાના તાર અને 100 થી 120 કિલોગ્રામ ચાંદીના તારનો ઉપયોગ થાય છે.
- કિસ્વાના ઉત્પાદન પાછળ દર વર્ષે અંદાજે 2.5 કરોડ સાઉદી રિયાલ (આશરે 66.5 લાખ યુએસ ડોલર, 63 કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે!
શું કિસ્વાનો રંગ હંમેશથી કાળો જ હતો?
જૂના કિસ્વાનું શું થાય છે?
જેવા પ્રશ્નોના જવાબ માટે પહેલી કમેન્ટમાં આપેલી લિંક પર ક્લિક કરો…
0 comments:
Post a Comment