સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને
શ્વાસોશ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને..ટેક

કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને,
શ્રધ્ધા હોય તો દોડી આવે, સઘળી વાતે સુખ જોને...સંત

અગ્નિને ઉધઇ ન લાગે, મહામણિને મેલ જોને,
અપાર સિંધુ મહાજલ ઊંડા, મર્મીને મન સ્હેલ જોને...સંત

બાજીગરની બાજી તે તો, જંબૂરો બૌ જાણે જોને,
હરિની માયા બહુ બળવંતી, સંતો પાસે હારે જોને....સંત

સંત સેવતાં સુકૃત વાધે, સહેજે નજરમાં આવે જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે હિન્દુ રાજ જોને....સંત

જય ગુરૂદેવ

0 comments:
Post a Comment