આરે અવસરમા જેણે સદગુરૂ સેવ્યા,
અને વાસ્તુ દેહમાં બતાવી રે સોહાગી લાલ...ટેક
અને વાસ્તુ દેહમાં બતાવી રે સોહાગી લાલ...ટેક
ઓહંગ સોહંમ નાભીથી ઉઠે,
અને શૂન શિખર ગઢ જાયે રે સોહાગી લાલ...આરે
અને શૂન શિખર ગઢ જાયે રે સોહાગી લાલ...આરે
એકવીસ હાજર છસ્સો શ્વસા રે ચાલે,
એ જાપ અજંપા કેવાય રે સોહાગી લાલ...આરે
એ જાપ અજંપા કેવાય રે સોહાગી લાલ...આરે
અનહદ વાજા વાગે ગગનમાં,
ઘોર શબદ ત્યાતો થાય રે સોહાગી લાલ...આરે
ઘોર શબદ ત્યાતો થાય રે સોહાગી લાલ...આરે
પરા રે પશ્યંતી મધ્યમાં ને વૈખરી,
મધ્યમાંમાં ઘાટ ઘડાય રે સોહાગી લાલ...આરે
મધ્યમાંમાં ઘાટ ઘડાય રે સોહાગી લાલ...આરે
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને તુરીયા,
ઉન્મુની એ ઓળખાય રે સોહાગી લાલ...આરે
ઉન્મુની એ ઓળખાય રે સોહાગી લાલ...આરે
ચંદ્ર સુરજ દોનો એક ઘર લાવે,
પછી જોઈએ તેવું થયે રે સોહાગી લાલ...આરે
પછી જોઈએ તેવું થયે રે સોહાગી લાલ...આરે
સંત સમાગમ હોય રે વાલીડા,
વાદ વિવાદ માટી જાય રે સોહાગી લાલ...આરે
વાદ વિવાદ માટી જાય રે સોહાગી લાલ...આરે
કહે રે પ્રીતમ નિજ નામને જાણો,
હરી ભજતા હરીમાં સમાય રે સોહાગી લાલ.આરે
હરી ભજતા હરીમાં સમાય રે સોહાગી લાલ.આરે
જય ગુરૂદેવ
0 comments:
Post a Comment