સંત શ્રી જ્ઞાનદેવ
આજથી સાતસો સવાસાતસો વર્ષ પહેલાંની વાત છે. સ્વામી રામાનંદ પોતાના શિષ્યોની સાથે ફરતા ફરતા મહારાષ્ટ્રમાં પૂણે પાસે આળંદી નામે ગામમાં આવ્યા. એવામાં એક બ્રાહ્મણ બાઈએ આવી એમને પ્રણામ કર્યા. સ્વામીએ બાઈને આશીર્વાદ દીધાઃ`પુત્રવતી ભવ!`
આ સાંભળી બાઈ હસી પડી. તેણે કહ્યું`પ્રભુ, આપે મને પુત્રવતી થવાના આશીર્વાદ તો આપ્યા, પણ મારા પતિ તો કાશીમાં સંન્યાસી છે.`
સ્વામીએ બાઈના પતિ વિશે પૂછપરછ કરી તો માલૂમ પડયું કે કાશીમાં ચૈતન્યાશ્રમ નામનો એમનો શિષ્ય છે, તે જ આ બાઈનો પતિ છે. તેમણે આ બાઈને પૂછયું`બાઈ, તેં તારા પતિને સંન્યાસ લેવાની રજા આપેલી?`
બાઈએ કહ્યું`ના!`
સ્વામી તરત જ પાછા કાશી આવ્યા. તેમણે ચૈતન્યાશ્રમને આજ્ઞા કરી. `મારે કોઈ બૈરી છોકરાં નથી એવું અસત્ય બોલીને તેં મારી પાસે સંન્યાસ લીધો છે, પણ અસત્ય દ્વારા સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય નહીં, માટે તું જા, ફરી ગૃહસ્થ થા!`
ગુરુની આજ્ઞાને માથે ચડાવી ચૈતન્યાશ્રમ સંન્યાસી મટી ફરી ગૃહસ્થ થયો. તેનું નામ વિઠ્ઠલ પંત.
સંન્યાસ કંઈ રમત નથી, તેથી એકવાર સંન્યાસ લીધા પછી ફરી ગૃહસ્થ થવાની શાસ્ત્રમાં ના લખેલી છે. તેથી આળંદીના બ્રાહ્મણે વિઠ્ઠલ પંતની ઉપર ગુસ્સે થયા. તેમણે તેમને ધર્મભ્રષ્ટ ગણી નાતબહાર મૂક્યા. ગામમાં તેમને કોઈ ભિક્ષા આપે નહિ. આથી ઘણીવાર તો તેમને ભૂખ્યાં રહેવું પડતું કે માત્ર પાંદડાં ઉકાળી ખાઈને ગુજારો કરવો પડતો.
આવી રીતે તેમણે બાર વર્ષ કાઢયાં. દરમિયાન તેમને નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર), સોપાનદેવ અને મુક્તાબાઈ એમ ચાર બાળકો થયાં. તેમાં જ્ઞાનદેવનો જન્મ શ્રાવણ વદ આઠમે, જન્માષ્ટમીના દિવસે થયો હતો. ઈ.સ.1275.
આ બાળકો નાનપણથી જ તેજસ્વી હતાં. નિવૃત્તિનાથ યોગ્ય વયના થયા એટલે વિઠ્ઠલ પંતે તેમને જનોઈ દેવાનો વિચાય કર્યો. તેમણે બ્રાહ્મણોને પગે પડી પ્રાર્થના કરી` સંન્યાસી મટી ફરી સંસારી થવાનું પાપ મેં કર્ય઼ું છે, મારાં બાળકોએ નહિ. માટે મારાં બાળકોને ફરી નાતમાં લો અને તેમને જનોઈ દેવાની આજ્ઞા કરો!`
બ્રાહ્મણોએ કહ્યું `સંન્યાસીના બાળકોને જનોઈ દેવાનું ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી.`
વિઠ્ઠલ પંતે કહ્યું` તમે કહો તે રીતે હું એનું પ્રાયýિાત કરવા તૈયાર છું.`
બ્રાહ્મણોએ કહ્યું` મૃત્યુ સિવાય એનું પ્રાયýિાત નથી.`
વિઠ્ઠલ પંતે કહ્યું ઃ `તો મૃત્યું! તો હું મરીશ!`
પંતના પત્ની રુક્ષ્મણીબાઈએ કહ્યું `હું પણ મરીશ.`
બન્ને જણ તે જ ક્ષણે, ઘરબાર, સંતાન સૌની માયા છોડી ચાલી નીકળ્યાં ને સીધાં પ્રયાગ જઈ ગંગાયમુનાના સંગમમાં પડી ડૂબી મૂઆં!
બાળકો માબાપ વગરનાં બની ગયાં. આ વખતે સૌથી મોટા નિવૃત્તિનાથની ઉંમર માત્ર દશ વર્ષની હતી, જ્ઞાનદેવની આઠ, સોપાનદેવની છ અને મુક્તાબાઈની માત્ર ચાર વર્ષની હતી. હવે નિવૃત્તિનાથે બ્રાહ્મણોને પ્રાર્થના કરી`અમને નાતમાં લો ને જનોઈનો અધિકાર આપો!`
આ વખતે આળંદીના બ્રાહ્મણોએ કહ્યું`તમે પૈઠણ જાઓ, પૈઠણના બ્રાહ્મણો જો તમને શુદ્ધિપત્ર લખી આપે તો અમે તમને પાછા ન્યાતમાં લઈશું!`
ચારે બાળકો આળંદીથી પૈઠણ ગયાં. પૈઠણ તે વખતે વિદ્યાનું મોટું ધામ હતું. ત્યાં પંડિતોની મોટી સભા મળી, તેમાં શાસ્ત્રાેની લાંબી લાંબી ચર્ચાઆએ ચાલી ને છેવટે બ્રાહ્મણોએ નિર્ણય આપ્યો કે સંન્યાસીના બાળકોને જનોઈનો કોઈ અધિકાર નથી, પ્રાયýિાતથી પણ તેઓ શુદ્ધ થઈ શકે નહિ.
એવામાં કોઈકે જ્ઞાનદેવને પૂછયું `છોકરા, તારું નામ શું?` જ્ઞાનદેવે કહ્યું` જ્ઞાનદેવ!`
આ સાંભળી બ્રાહ્મણે હસીને કહ્યું ઃ`અમારા પેલા પખાલ વહેતા પાડાનું નામ પણ જ્ઞાનદેવ છે.
જ્ઞાનદેવે કહ્યું`હાસ્તો, એ પાડામાં ને મારામાં કશો ભેદ નથી. જે આત્મા મારામાં છે, તે જ પાડામાં છે.`
બ્રાહ્મણો આ સાંભળી ચમક્યા. તેમને લાગ્યું કે આ છોકરો નાને મોઢે મોટી વાત કરે છે. એક જણે કહ્યું`જો એમ જ હોય તો હમણાં હું એની પરીક્ષા કરી જોઉં છું.`આમ કહી એણે પાડાની પીઠ પર ફડાફડ ત્રણ ફટકા લગાવી દીધા. પાડાની પીઠ પર ફટકા પડતાં જ બ્રાહ્મણોએ જોયું તો જ્ઞાનદેવની ઉઘાડી પીઠ પર તેના સોળ ઊઠયા હતા!
આટલું જોવા છતાં તેમને ભાન આવ્યું નહિં. રૂઢિની જડતામાં તેમનાં દિમાગ જડ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું`જ્ઞાનદેવ, તું વેદમંત્રો ભણ્યો છે ને! તો આ પાડાના મુખમાંથી વેદ બોલાવ!`
જ્ઞાનદેવે બ્રાહ્મણોને પ્રણામ કરી કહ્યું`આપ ભૂદેવ છો. આપની વાત સત્ય થશે.` આમ કહી તેમણે પાડાના મસ્તક પર પોતાનો જમણો હાથ મૂક્યો. તરત જ પાડાના મુખમાંથી વેદની ઋચાઓ નીકળવા માંડી. એક પહોર લગી આ વેદઘોષ ચાલુ રહ્યો. હજારો લોકોએ આ અદ્ભૂત ચમત્કાર જોયો. હવે બ્રાહ્મણોએ જ્ઞાનદેવ વગેરેને શુદ્ધિપત્ર લખી આપ્યું કે તેઓ સાચા બ્રાહ્મણો છે અને જનોઈના અધિકારી છે.
શુદ્ધિપત્ર લઈને ચારે ભાંડુઓ પાછાં આળંદી આવ્યાં. તેમની કીર્તિ તેમના પહેલાં જ ત્યાં પહોંચી ગઈ હતી, તેથી આ વખતે બ્રાહ્મણોએ તેમનો ભાવથી સત્કાર કર્યો.
પણ બધા કંઈ સરખા વિચારના હોતા નથી. આળંદીમાં વિસોબા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને પોતાના કુળનું ખૂબ અભિમાન હતું. હજી પણ તે `સંન્યાસીના છોકરાં` કહી આ બાળકોનું અપમાન કરતો હતો ને જ્યાં ત્યાં જ્ઞાનદેવની નિંદા કરતો હતો.
દિવાળીના તહેવારો આવ્યા. તેવામાં એક દિવસ નિવૃત્તિનાથને માંડા (મહારાષ્ટ્રમાં થતી એક જાતની મોટી રોટલી) ખાવાનું મન થયું. તેમણે મુક્તાબાઈને કહ્યું`આજે માંડા બનાવો, પણ માંડા બનાવવા માટે જોઈતું વાસણ ઘરમાં નહોતું, તેથી તેલેવા મુક્તાબાઈ કુંભારવાડામાં જવા નીકળ્યાં, રસ્તામાં વિસોબા મળ્યો. તેણે પૂછયું` ક્યાં જાય છે રે, છોડી?`મુક્તાબાઈએ કહ્યું` માંડા બનાવવા માટે વાસણ લેવા જાઉં છું.`
`હં!` કહી વિસોબાએ હોઠ પીસ્યા. મુક્તાબાઈની પાછળ પાછળ તેય કુંભારવાડામાં ગયો ને કુંભારાને કહેવા લાગ્યો`ખબરદાર, કોઈએ આ છોકરીને વાસણ આપ્યું છે તો! એ ભ્રષ્ટ સંન્યાસીની છોકરી છે!`
તે જમાનામાં બ્રાહ્મણોનું બીજાઓ પર ખૂબ જોર ચાલતું હતું, તેથી વિસોબાની સામે થઈ મુક્તાબાઈને વાસણ આપવાની કોઈ કુંભારની હિંમત ચાલી નહિ. મુક્તાબાઈ નિરાશ થઈને ઘેર પાછી આવી. બહેનને નિરાશ થયેલી જોઈ જ્ઞાનદેવને બહુ દુખ થયું. તેમણે કહ્યું`બહેન, નિરાશ ન થા! હમણાં હું તને વાસણ દેખાડું છું!`
કુતૂહલથી બહેને કહ્યું`ક્યાં છે?`
જ્ઞાનદેવે પોતાની પીઠ દેખાડી કહ્યું`આ રહ્યું!`
મુક્તાબાઈ માંડા તૈયાર કરવા બેઠાં, ને જ્ઞાનદેવે યોગ બળથી અગ્નિનું આવાહન કરી પોતાની પીઠ તપાવીને તાંબા જેવી લાલચોળ કરી નાખી. જ્ઞાનદેવનાં એ લાલચોળ વાંસા પર મુક્તાબાઈએ માંડા શેકીને તૈયાર કર્યા.
છુપાઈને વિસોબા આ બધું જોઈ રહ્યો હતો. હવે પોતાનાં કર્મનો તેને પસ્તાવો થયો. એકદમ દોડીને તે જ્ઞાનદેવના પગમાં પડયો. તે દિવસથી એ જ્ઞાનદેવનો ભક્ત ને શિષ્ય બન્યો. આગળ જતાં એણે `મહાવિષ્ણુના અવતાર, શ્રી ગુરુ મેરા જ્ઞાનેશ્વર!` એવાં ભજન પણ બનાવ્યા.
નિવૃત્તનાથની ઉંમર હવે સત્તર વર્ષની થઈ હતી. જ્ઞાનદેવ પંદર વર્ષના, સોપાનદેવ તેર વર્ષના અને મુક્તાબાઈ અગિયાર વર્ષના હતાં. આવડી નાની ઉંમરે જ્ઞાનદેવે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ભાષ્ય લખ્યું. ઈ.સ.1290 તેઓ સંસ્કૃતના પ્રખર પંડિત હતા. ધાર્યું હોત તો તેઓ સંસ્કૃતમાં ભાષ્ય લખી શકત, પણ તેથી સામાન્ય લોકોને કંઈ લાભ થાત નહિ. એટલે તેમણે ગ્રંથ એ પ્રદેશની બોલાતી મરાઠી ભાષામાં લખ્યો. એ ગ્રંથ `જ્ઞાનેશ્વરી` નામે ઓળખાય છે. આખો ગ્રંથ કવિતામાં લખેલો છે અને તેમાં 9033 કડીઓ છે. ગીતા પર અનેક વિદ્વાનોએ જુદી જુદી ભાષામાં અનેક ગ્રંથો લખેલા છે. તેમાં સાધારણ લોકો માટે `જ્ઞાનેશ્વરી` ઉત્તમ ગણાય છે. ભાષ્ય પૂરું કર્યા પછી જ્ઞાનદેવ મહારાજ લખે છે`આ ગ્રંથ મારા પૂર્વજન્મનાં પુણ્યનું ફળ છે.` `જ્ઞાનેશ્વરી` ઉપરાંત બીજા પણ નાનામોટા કેટલાક ગ્રંથો જ્ઞાનદેવે લખ્યા છે તથા અસંખ્ય અભંગો (પદ) લખ્યા છે.
`જ્ઞાનેશ્વરી`ગ્રંથ પૂરો કર્યા પછી જ્ઞાનદેવ પોતાના ભાંડુઓની સાથે તીર્થયાત્રાએ નીકળ્યા. `પ્રભાસપાટણ, સોમનાથ, દ્વારિકા, ગિરનાર, ડાકોર, બહુચરાજી, સિદ્ધપુર, પુષ્કરરાજ, કુરુક્ષેત્ર, જ્વાળામુખી, હરદ્વાર, ગંગોત્રી, જમનોત્રી, બદરિકાશ્રમ પાલખીઓ પંઢરપુરમાં ભેગી થાય છે ત્યારે વાતાવરણ ભક્તિની સુગંધથી મહેક મહેક થાય છે. દેવો પણ જરૂર એનાં દર્શન કરવા આવતા હશે.
આખા ભારતવર્ષમાં જ્ઞાનદેવની બરોબરીના કોઈ સંત થયા નથી. આખું મહારાષ્ટ્ર એમને ભગવદ્અવતાર માને છે અને માને એણાં અસ્વાભાવિક કશું નથી.
જ્ઞાનદેવની વાણી
1. નિરંતર કર્મ કરીને પણ ભક્તિથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
2. સેવક કષ્ટ વેઠીને સેવા કરે અને સ્વામીના હ્રદયનો સ્વામી બને.
3. શ્રદ્ધા વિના ભક્તિ નહિ અને ભક્તિ વિના મુક્તિ નહિ.
4. કામ, ક્રોધ, લોભની સાથે પરમાર્થ સાધવાની ઈચ્છા કરવી એ નર્ય઼ું ગાંડપણ છે. ચોરોની સાથે પ્રવાસ કરવો એ આપધાત કરવા જેવું છે.
5. નિર્જીવ મૂર્તિના દર્શન સારુ તીર્થમાં શાને ફરવું? હ્રદયમંદિરમાં બિરાજતા આતમરામનાં દર્શન કરો!એ તીર્થનું તીર્થ છે!
6. બહાર અખંડ પ્રવૃત્તિ, અંદર અખંડ નિવૃત્તિ અને બંને મળીને સ્થિતિ એક- એવું જ્ઞાનીનું જીવન છે.
7. રામ અને કૃષ્ણ -એક સત્યમૂર્તિ, એક પ્રેમમૂર્તિ-બેઉ મળીને એક જ.
8. હરિનામસ્મરણમાં ભણ્યા ન ભણ્યાનું કોઈ ખાસ મહત્વ નથી-મુખ્ય વાત ભાવના છે.
9. નામ-વિમુખતાનું પાપ કોઈ તીર્થે ધોવાતું નથી.
10. ભક્તિ એટલે મુખે નારાયણનું નામ, અને હાથે પ્રાણીમાત્રની સેવા.
11. હરિનામમાં બધાં નામ આવી ગયાં- આ અદ્વૈતની ખૂબી કોઈ વીરલો જાણે છે.
12. પૂર્વનાં પુણ્ય હોય તો સંતનું મિલન થાય.
13. ઈશ્વર કરે તો શું ન થાય? કીડી સૂર્યકિરણ પર સવાર થાય, અગ્નિમાં ફસલ ઊતરે, અને દીવાલને પગ ફૂટે!
14. નિર્ગુણ સમજવું કઠિણ નથી, એ દેખીતું જ નિર્ગુણ છે. પણ આ સગુણનો ભેદ સહસા ખૂલતો નથી.
15. કાગળની ચબરખીની શી વિસાત? પણ રાજાની સહી હોવાથી રાજાની કિંમત જેટલી એની કિંમત ઠરે છે. એ ચબરખી જેવી સ્થિતિ મારી છે.
16. નિર્ગુણના ખાટલા પર સગુણની શૈયા છે. એ શૈયા પર સાકાર મૂર્તિ પોઢી છે. આવું આ વિશ્વનું સ્વરૂપ છે.
17. બધી બાજુ હું જ હું, મારી જ ભક્તિ હું કરું!
18. ક્ષુદ્ર કહેવાય એવું તો કશું મને દેખાતું જ નથી.
0 comments:
Post a Comment