પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી, એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કરાવો, મુખે રામનામ લેવરાવો રે...ટેક

દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો, ઇ કઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા, પછી દીવો કરે શું થાશે રે.... ૧

માત પિતા સુત ભાઈ ને ભગિની, ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે, પછી રહેશે આંખ્યો ચોળી રે... ૨

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો, ઇ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના, અવસર એળે જાશે રે... ૩

જય ગુરૂદેવ
0 comments:
Post a Comment