અમારા રે અવગુણ રે ગુરૂજીના ગુણ ઘણા રે
ગુરૂજી ! અમારા અવગુણ સામું મત જોય...અમારા
ગુરૂજી ! અમારા અવગુણ સામું મત જોય...અમારા
ગુરૂજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે
ગુરૂજી ! મારા પારસમણીને રે તોલ...અમારા
ગુરૂજી ! મારા પારસમણીને રે તોલ...અમારા
ગુરૂજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે
ગુરૂજી અમારા કાશી અને છે કેદાર...અમારા
ગુરૂજી અમારા કાશી અને છે કેદાર...અમારા
ગુરૂ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર...અમારા
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર...અમારા
જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ...અમારા
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ...અમારા
ગુરૂના પ્રતાપે રે જેઠીરામ બોલીયા રે
દેજે અમને સંતચરણમાં વાસ...અમારા
દેજે અમને સંતચરણમાં વાસ...અમારા
0 comments:
Post a Comment