મે તો સંગડો કર્યો ગુરૂજી તમારો.
ચાહે તો મારો ચાહે તો ઉગારો ........ટેક
ચાહે તો મારો ચાહે તો ઉગારો ........ટેક
આગમ વાણી સાધુ એમજ બોલ્યા. અગમ ઘર વિચારો
પગથિયે પગમુકી પાછા વળશોતો.કયાંથી થાશે ઉગારો....મે તો
પગથિયે પગમુકી પાછા વળશોતો.કયાંથી થાશે ઉગારો....મે તો
સદગુરૂ એ શાન બતાવી. શાન મા શાન મીલાવો.
કાયા રૂપી કોટ કિલ્લા માહી. નકકી થાશે નીસ્તારો. ..........મે તો
કાયા રૂપી કોટ કિલ્લા માહી. નકકી થાશે નીસ્તારો. ..........મે તો
ભવ સાગર છે માયા નો ભરેલો. ભજને થાય ભવ પારો.
કર્મ ધર્મ ની ભ્રમણા ભાંગે. ગુરૂ ના શબ્દ વિચારો. ..........મે તો
કર્મ ધર્મ ની ભ્રમણા ભાંગે. ગુરૂ ના શબ્દ વિચારો. ..........મે તો
કારીગર અમે તમને કહીએ છીએ. હેતે હરી વેલા આવો.
દાસ કાનજી ની વિનંતી સુણજો. સાધુડાને પાર ઉતારો. ...મે તો
દાસ કાનજી ની વિનંતી સુણજો. સાધુડાને પાર ઉતારો. ...મે તો
0 comments:
Post a Comment